Saturday, 29 July 2017

અછાંદસ

તું જ ભાન ભુલાવે
પછી પાછો રસ્તો દેખાડે.
અટકાવે ને ભટકાવે
પછી શાન ઠેકાણે લાવે.
માયાથી ભ્રમિત કરીને પણ
અનાશક્તિ પળમાં જગાડે.
ભય ચિંતા જીવન ભંવરે
તું જ આ નાવ પાર લગાડે.
ભોળો તું ભભૂત ચોળે
ડ મ. ..ડ મ ..ડ મ. ...ડમરુ વગાડે
દેવ મૃત્યુનો જગ જાણે
પણ જીવે જીવે જીવતરની આશ જગાડે.
સત્ય તું શિવ તું
પ્રેમ તું કરુણા તું
વિષ તું અમૃત કુમ્ભ તું
તું જ મૃત્યુ તું જ જીવન
સૃષ્ટિનું અંતિમ સત્ય તું
મુજ માં તું...
તુજ માં હું...
દેવોનો દેવ મહાદેવ તું
માણસનો તો તું મુક્તિ દેવ
"નીલ" એક જીવ
આ જીવનો એક જ સ્વામી...
બસ ! તું જ ભોલે....તું જ ....ભોલે...
રચે શું આ જીવ "નીલ"
તું રચાવે ને આ અલખ રૂપી મને શબ્દો મળે.

નિલેશ બગથરીયા "નીલ" ના શબ્દ પુષ્પો પ્રભુ શિવના ચરણે અર્પણ.

No comments:

Post a Comment