Sunday, 3 June 2018

ગઝલ

હવા દેજો

મૌનને બોલવા દેજો
અશ્રુને વહી જવા દેજો

દર્દ દેજો પછી પાછું
યાદ રાખી દવા દેજો

વ્હેણ સાથે વહેજો ને
થાય જે તે થવા દેજો

ફાટલા પ્હેરણો છોડયા
બસ હવે તો નવા દેજો

આગ બૂઝાય તે પ્હેલાં
ધ્યાન રાખી હવા દેજો

- હરિ શુક્લ
  ૨૧-૦૯-૨૦૧૬ / ૦૬-૦૮-૨૦૧૭

No comments:

Post a Comment