દર્શન તમારા આ વદનનું દુઃખભંજક છે
ને નેહ ભરી નજર તો સ્નેહ નું અંજન છે
ને કાફલા કઈક અરમાનોના એક સાથે
ડૂબી જાય એવા ગાલના આ ખંજન છે
આવશ્યકતા સ્વર્ણ શૃંગારની ક્યાં છે હવે
ખુદ રૂપ તમારું સાદગીમાં એક કુંદન છે
હવે આ એક દિવસનો તમાશો તો નથી
તમારી સાથે જન્મોજન્મોનું મનોરંજન છે
એક સ્વપ્ન સમ હતો મુજ પ્રણય પ્રસ્તાવ
હવે અંતરના અહેસાસનું સાચું સ્પંદન છે
દુઃખ અને સુખ ની હવે વાત જ ક્યાં રહી
જ્યાં હવે આઠે પ્રહર આનંદ જ આનંદ છે
હવે સૂર તો મળી ગયો બંનેનો એકબીજામાં
આ સાંભળો કેવું મજાનું ગજબનું ગુંજન છે
જો નિયંત્રણ રાખી શકું તો ખામી છે મુજમાં
"પરમ"નેય "પાગલ' કરે એવું આ જોબન છે
ગોરધનભાઈ વેગડ (પરમ પાગલ)
No comments:
Post a Comment