Sunday, 3 June 2018

ગઝલ

વિચારોને જે જકડી રાખે એ પિંજર,ત્યજી દીધું;
જે રક્ષા ના કરે જીવનનું એ બખતર,ત્યજી દીધું.

હૃદયને દુખ દે એ શબ્દોરૂપી ખંજર, ત્યજી દીધું;
જે ભીતરને ના મ્હેકાવે મેં એ અત્તર,ત્યજી દીધું.

જીવનમાં જે કદીયે કામ ના આવી શક્યા મારા;
મેં આજે એવા લોકોનું સદા છત્તર, ત્યજી દીધું.

સુખી ને શાંતિથી આ જિંદગી જીવી શકું તેથી;
જીવનમાં વ્યર્થ ઈચ્છાઓનું મેં અંબર,ત્યજી દીધું.

વિતાવી જિંદગી મેં યાદમાં એની, એ ના આવી;
હવે કાયમને માટે યાદનું એ સર, ત્યજી દીધું.

ઘણું પ્રેમાળ ને સુંદર હતું 'ધબકાર'નું આ દિલ;
છતાં એણે તો મારું કેમ દિલ સુંદર,ત્યજી દીધું.

-ઉમેશ તામસે 'ધબકાર',
   વ્યારા (તાપી)

No comments:

Post a Comment