ક્ષણો આપણી આ સદી આપણી
આ કક્કો ને બારાખડી આપણી
સમજ ક્યાંથી ક્યાં વિસ્તરી આપણી
સમય નામની આ નદી આપણી
અડોઅડ ઊભાં ને વિખૂટા રહ્યાં
રેલ-પટરી સમી જિંદગી આપણી
ન बांधी શક્યાં આપણે કોઈ ' દી
ગળે આપણાં ઘંટડી આપણી
કઈ બાજુ જાવાની ઈચ્છા રહી ?
ને કઈ પેર છે પાલખી આપણી ?
*ભરત ભટ્ટ*
No comments:
Post a Comment