Thursday, 25 May 2017

ગઝલ

મૌનના કારણ વિષેની વાત સાંભળવી હતી ,
ખોટા સૌ તારણ વિષેની વાત સાંભળવી હતી !

જેને કારણ ટ્રેન છુટી , ના મળી છેલ્લે શક્યાં ,
પગના એ આંટણ  વિષેની વાત સાંભળવી હતી !

આ ગઝલ માટે બીજું તો શું કહું ?
મારા આ વળગણ વિષેની વાત સાંભળવી હતી !

જ્યારથી જોઈ તને, જે ઉદભવી,
દિલની એ રણઝણ વિષેની વાત સાંભળવી હતી !

વાત જે હું ના કહી ક્યારે શક્યો,
એ થીજેલી ક્ષણ વિષેની વાત સાંભળવી હતી ! 

- હેમંત મદ્રાસી

No comments:

Post a Comment