આંસુને ક્યાં થોભવાનું હોય છે!
પ્રેમ જોઈ દોડવાનું હોય છે.
ઓસ ખુશ છે વ્હાલ જોઈ ફૂલનું
સૂર્યને એ શોષવાનું હોય છે.
કુદરતી છે જે ઉગે તે આથમે,
રાતને પણ પોષવાનું હોય છે.
જાણતી સરિતા સમંદર દૂર છે,
વિઘ્ન ઠેકી પ્હોંચવાનું હોય છે.
તું કરે જા કર્મ કો' આશા વગર,
કાળને બસ ટોકવાનું હોય છે.
-શીતલ ગઢવી"શગ"
No comments:
Post a Comment