###એટલે સ્ત્રી###
લાગણીની આગમાં બળતી ગઝલ એટલે સ્ત્રી,
ભાવનાનું એક મસમોટું નગર એટલે સ્ત્રી.
અરમાનોના બગીચે ફૂલ છે આ ગુલાબી,
તે છતાં કોઈ અકળ એવું પઝલ એટલે સ્ત્રી.
લાગતી એ તો સરળ જાણે ન કો હોય કવિતા!
એક આખી ગુંચવાયેલી ડગર એટલે સ્ત્રી.
કેટલી એતો વ્યથાઓ ભોગવે મુક થઈને
જીવતી ને જાગતી જૂની કબર એટલે સ્ત્રી.
પામવી અગરી છતાં અદ્ભૂત લાગે મને તો,
પ્રભુ તણી જાણે અનેરી કો કજલ એટલે સ્ત્રી.
સંદિપ ભાટીયા"કવિ"
No comments:
Post a Comment