Saturday, 29 July 2017

ગઝલ

મૌન મારુ ....

જિંદગીભર ચાલશે  આ મૌન મારું  કેમ તોડું ?
તુટશે યા તારશે આ  મૌન મારું  કેમ તોડું ?

રોજ કેવું કેટલું હું બોલતી પણ  કોણ સમજે
વાત મારી માનશે આ   મૌન મારું  કેમ તોડું  ?

મૌનની આ વેદના જાણે ન કોઈ  વાત મારી
એક સીમા રાખશે આ મૌન મારું  કેમ તોડું ?

મૌનની પીડા કહું કે ચુપ રેવું   શાણપણ છે
સાચને  દર્શાવશે   આ  મૌન મારું  કેમ તોડું ?

કેમ મારો પ્રિયજન જાણી શકે ના  વાત મારી
લાગણીને ચાહશે  આ મૌન મારું  કેમ તોડું ?

ભારતી ગડા ...

No comments:

Post a Comment