કૃષ્ણ
0
રવીન્દ્ર પારેખ
0
કેદ છોડી તે છોડી
હું ફરી આવ્યો જ નહીં
વાંસળી છોડી
ફરી વગાડી જ નહીં
સુદર્શનથી છોલાયેલી આંગળી
વાંસળી પર ઠરવી ય જોઈએને!
પાંચજન્યમાં ફૂંકાયેલી ફૂંક
વાંસળીમાં નાજુક રહે તો પણ કેટલી!
યાદવનો કાદવ થયો
ગોકુળમાં અવાયું જ નહીં
રાસ ગયો
ને ત્રાસ રહ્યો
રાધા છૂટી ત્યારે ખબર નો'તી કે
અમારે મંદિરમાં જ જીવવાનું થશે
ખબર નથી હું
પૂર્ણ પુરુષોત્તમ કઈ રીતે છું?
બાજુમાં ઊભેલી રાધાને
નથી કહી શકતો
થાકી હશે,બેસ જરા!
દેવ થયા પછી માનવ થવાનું
કેટલું અઘરું છે,નહીં?
000
Tuesday, 8 August 2017
અછાંદસ
Labels:
રવીન્દ્ર પારેખ
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment