Tuesday, 6 March 2018

ગઝલ

ગઝલ :- ગઝલ ગઝલ લાગે.
-------------------
શાયરી ગઝલ જેવું ,ગઝલ ગઝલ લાગે.
એમની નકલ જેવું ,ગઝલ ગઝલ લાગે.

પી શકો શરાબ સમ ,વસંતને તો તો ,
આંખમાં અમલ જેવું ,ગઝલ ગઝલ લાગે.

પ્રેમમાં હશે શું ? જાણવા ગયો ત્યારે,
સ્હેજ નૈ સકલ જેવું ,ગઝલ ગઝલ લાગે.

પ્રેમ ક્યાં મહોતાજ છે ,ગુલાબ માટે કંઇ ,
ફૂલ પણ કમલ જેવું ,ગઝલ ગઝલ લાગે.

પ્રેમમાં તડપવાની મજા હશે ,આથી ,
આયખું અનલ જેવું ,ગઝલ ગઝલ લાગે.

બોલશે જગત, મારી દિવાનગીને લઇ ,
પ્રેમમાં 'ધમલ' જેવું ,ગઝલ ગઝલ લાગે.

         -- દેવેન્દ્ર ધમલ

No comments:

Post a Comment