Tuesday, 21 March 2017

૨ ગઝલ


जारी रहा ये मसअला बढती उमर का है,
तारी सनम का मआमला रुठी नजर का है।

बिखरे सफर में काफिले  चलती हयात के,
आया उलज के सामने सदमां डगर का है।

भुले पड़े है भीडमें  पीछडे कदम कदम,,
उनको सदाका  सामना राहे खतर का है।

पाया सभीमें जीनेका गीरता हुवा  मयार,
जलती शम्आ का वासता शामो सहर का है।

मानो नमानो बातको मरजी से जी लो तुम,
आजाद  जिंदगी का  जज्बा  जीगर का है।

बिगडी जहांकी सोचका उल्टा असर पडे,
चलना अमन की राहका अरमां बशर का हे।

बढ़ते गमों का सामना  करते  रहे है हम
सरपे  हमारे  बारसा  मासूम  सफर का है।

                      मासूम मोडासवी
[
શ્વાસો તમારા નામના ભરતા થયા ખરા,
અંતર ઘટાડી જાતને મળતા થયા ખરા.

ચાહો હ્રદયની પીડના સારા ઇલાજને,
જીવી જવાનું રાહતે ગણતા થયા ખરા.

ફરતી નજરમાં જેમની સૂરત ભલી ભલી,
ખ્વાબે ફલકના તારલા ગણતા થયા ખરા.

ભાવો ભરેલા હેતના ભીના હ્રદય ભરી,
કાયમ વરેલા સાથને વરતા થયા ખરા.

મ્હેણા જગતનાં સાંભળી મનને મનાવતા ,
આખર સમયને ગાળવા ઢળતા થયા ખરા.

પીડા સમયની કેટલી ભારે સહન કરી,
જીવી જવાની રાહના રસ્તા થયા ખરા.

જપતા તમારા નામની માળા હમેશના,
માસૂમ હ્રદયથી તેમને ભજતા થયા ખરા.

                      માસૂમ મોડાસવી

No comments:

Post a Comment