Tuesday, 21 March 2017

ગઝલ

.....

નિરાશા હોય જો મનમાં ડગર મળતી નથી,
તૂટેલું સ્વપ્ન ક્યાં બેઠું ? ખભર મળતી નથી.

ધણાંએ સાચવી બેઠા અમે તો ઘાવને,
શરીરે તે છતાં પણ જો ટસર મળતી નથી.

નફા માટે કરે સોદો ભલેને પ્રેમમાં,
વધે છે આંસુ છેલ્લે; ને કસર મળતી નથી.

કરું છું કામ દોડીને બધાંના હેતથી,
છતાંએ કામને મારાં કદર મળતી  નથી.

જન્મ પહેલાં મરણ પામે વિચારો એમનું ,
હજી પણ ભૃણની જોવાં કબર મળતી નથી.

             રત્નેશ અલગોતર "નિરાશ"

No comments:

Post a Comment