Tuesday, 21 March 2017

ગઝલ

કેમ સમજાવુ આ પાગલ મન ને
જોવા મથતુ ધરાર તુજ નયન ને

સાવ પાગલ થયુ છે સમજણ વગર
ને, પાગલ કરી રહ્યુ છે મુજ તન ને

દોડતું આથડતુ ધરાર ભાગતુ આવે
ચુમવા ને મખમલી તુજ તનબદન ને

હદથી વધારે હાંફે અને તડપે છે
જાણે જોઈ લેને જળ વિન મીન ને

સમજાવે "સતીષ" બહુ પણ સમજેના
રઘવાટ કરે છે માણવા તુજ મિલન ને

                             - સતીષ સખીયા

No comments:

Post a Comment