માજા વેલાનું મૃત્યુ*
અધધ ટાવર જેવો ટાવર હમણાં ટાવરમાંથી ભુસકો મારી તૂટી પડશે...
હમણાં ધોળી ધોળી સુતરફેણી જેવી મૂછો અમળવાનું મૂળથી છૂટી પડશે...
ધાડ પાડવા ગયો હતો પડછાયો અે પણ સૈંયા છોકરા સાથે અાજ અઢેલી બેઠો
પોલીસવાળી જોઈ માહ્યલો તુચ્છકારથી રૂપિયા બને છે અે જ વાતમાં પેઠો...
હમણાં અંજળ-પાણી મળવાનાં અદ્ભુત અદ્ભુત આછકલાં થઈ ખૂટી પડશે
અધધ ટાવર જેવો ટાવર હમણાં ટાવરમાંથી ભૂસકો મારી તૂટી પડશે....
વનો ઉપાડી લાવ્યો ઘણું ઘણુંઅે જલેબી સુતરફેણી અને બધુંયે કૃપા માતા ખોડિયાર
ને ડોસોને ખવારવાનું ગમે બધુંયે ખુડીને અે પણ કાયમ માટે છે અેનો બહુ પ્યાર...
ડોસાને છે ચડી બરાગત અેનાં તો સહુ અંજળપાણી હમણાં બસ હમણાં હમણાં કાયમ માટે ખૂટી પડશે...
અધધ ટાવર જેવો ટાવર હમણાં ટાવરમાંથી ભુસકો મારી તૂટી પડશે....
- અનિલ વાળા
* પુણ્ય સ્મરણ : સુન્દરમ્
વાર્તા : માજા વેલાનું મૃત્યુ....
No comments:
Post a Comment