Tuesday, 8 August 2017

ગીત

ગીત

આપતો જાજે રે ! મળ્યું છે તો આપતો જાજે રે,
સુકાણાં ઇ હાડ, પાડોશીનાં બાળને મોઢે તું...
મુઠી ચણ નાખતો જાજે રે....
મળ્યું છે તો આપતો જાજે રે....
પીડિતોનાં ગીતડાં ગાજે, તપ્યાઓનો છાંયડો થાજે
આથમ્યા સૂરજ, એની ડેલીએ ઉષાના ગીત....
થોડા સંભળાવતો જાજેરે...
મળ્યું છે તો.......
દરિયો ઈ કાઢતો ડોળા, ઉભા જ્યાં કાળના ઓળા,
સુકાની થઈ ચડેલું વમળે કોઇનું નાવ,
ધીરેથી હાંકતો જાજે રે........
મળ્યું છે તો.......
મંદિર કે ઇ મ્હેલના થાજે, હીરો ના લાખનો થાજે
સુના કોઈને ખેતર તારા હાડના ખાતર દઈ કણો રોપાવતો જાજે રે.....
મળ્યું છે તો આપતો જાજે રે....

No comments:

Post a Comment