ફેસબુક તો ખરેખર ટેસબુક છે
પણ ઘણી વાર એ સ્ટ્રેસબુક છે
બીજાની પોસ્ટ ને વધુ લાઈક મળે
તો એક પ્રકારની એ રેસબુક છે
નવી નવી માહિતીનો ખજાનો મળે
અને ઘણી અફવાઓની ફેકબુક છે
હરીફાઈ ના આ યુગમાં
વિદ્યાર્થીઓ માટે જ્ઞાન ની ચેકબુક છે
દેશ દુનિયાનાં સમાચારો તેમજ
રસપ્રદ વાતોની મેપબુક છે
લાઈક શેર કમેન્ટ સાથે
ડિજિટલ સંબંધોની ફ્રેન્ડબુક છે
જુના સંબંધોને તાજા કરતી
ઘણી ભૂલો સુધારતી રફબુક છે
સબંધો સાચવતાં શીખવે એવી
દુનિયાદારીની વર્કબુક છે
-રાધિકા વ્યાસ(RV)
No comments:
Post a Comment