મૌનની ભીંતો ચણી છે
ને ગઝલ એમા વણી છે
વેદનાને દોષ કાં દે
આંખે તારી જો કણી છે.
શૂળ થૈ ભોંકાય સ્પર્શો
ટેરવું કે ટાંચણી છે
મન મુકી ભીંજાઈ જા તું
મેઘ મૂડી આપણી છે
હોવ મધદરિયે હું તો પણ
જો નજર તારા ભણી છે.
મન થયું છે લોહિલુહાણ
સ્મરણોને પણ અણી છે
જે અલગ ચિતરી તમે એ
રાધા ઉર્ફે રુકમણી છે...
શૈલેષ પંડ્યા
No comments:
Post a Comment