Sunday, 11 December 2016

હઝલ

એક હઝલ

વાત કરતા એમને તો દુઃખ લાગી જાય છે
ને પછી અમથી મને યે બીક લાગી જાય છે
ખુબ સુંદર લાગશે શરૂઆતમાં એના નયન
બાદમાં ફડકે ફૂટે બંદૂક લાગી જાય છે
એની સાથે મોલમાં વિક-એન્ડમાં જઉં વહોરવા
દોઢ મણનો ભાર મારી પીઠ લાગી જાય છે
દોસ્ત, મારું માનજે, પરણી જવામાં માલ નહી
મન મુજબની મૌજનું તો બૂચ લાગી જાય છે
== મંથન ડીસાકર (સુરત)

No comments:

Post a Comment