આજે વિશ્વ કવિતા દિવસ નિમિત્તે,
મારી કવિતા
મારી કવિતા ખૂબ મજાની,
ખૂબ સરળ ને નાના -નાની.
સ્વસ્થતાની એ ભારે આગ્રહી.
દુ:ખમા એ વધુ ખીલતી,
ને, સુખમાં રમતમાં બધું ભૂલતી.
મારી કવિતા ..........
યૌવનને ઉંબરે આવી ઉભી,
સોળે કળાએ ખીલી ઉઠી,
ખૂબ મને એ લાગે વહાલી,
સુખ દુ:ખની સાક્ષી મારી.
મારી કવિતા ...........
ખૂબ જતનથી પાળી પોષી,
મારે હાથે સુંદર સજાવી,
ઉછળતી ઝરણાંની જેમ વહેતી,
કેમ કરી સરોવરની જેમ બાંધવી ???
મારી કવિતા ..........
અલ્પા વસા
No comments:
Post a Comment