Tuesday, 21 March 2017

અછાંદસ

જિંદગી તો નામની છે,
ઈશુ તારા કામની છે.

પાપ બેઠા છાપરે ને,
વાત ચારે ધામની છે.

ભેરવાયો  જીવ  પાછો,
હાજરી ક્યાં શ્યામની છે ?

કેમ સાકી ભીડ જામી,
યાદ થોડી જામની છે.

કોરડાં  પીઠે  લગાવે,
થૈ મજા એ ચામની છે.

કશ્યપ લંગાળિયા "કજલ"

No comments:

Post a Comment