એક ચકલી નાની ,
શેહર જોવા ચાલી,
મોરપીછ્ની સાડી પેહરી,
નાકે પેહરી વાળી,
આંખે કાળી મેશ આંજી,
હોઠે લગાવી લાલી,
પગમાં ઊંચા સેન્ડલ પેહરી,
ટક ટક કરતી ચાલી,
આંખે કાળા ગોગ્લસ પેહરી,
કભે પર્સને ટીંગાડી,
વદને મોઘું અત્તર છાંટી,
રુમઝુમ કરતી ચાલી,
અત્તરની ફોરમ ફાવે નહિ,
સાડી પેહરી ચલાય નહિ,
ગોગલ્સનાં ડોળા મોટા,
સામે ઉભેલું કળાય નહિ,
ચકલીબેન ઘભરાયા,
માળે જઈને સંતાયા.
અસ્મિતા
No comments:
Post a Comment