છીપમાં છુપાયું મોતી બીજું કૈ નૈ પ્રેમ છે.
દીપમાં શરમાય જ્યોતી બીજું કૈ નૈ પ્રેમ છે.
પ્રકૃતિના વાદમાં લાગ્યું ગ્રહણ ત્યાં આભમાં,
ચાંદ સ્વીકારે પનોતી બીજું કૈ નૈ પ્રેમ છે.
ચોટ દિલની ઊતરી છે કાગળે થઇ વેદના,
સાત રંગોની ચુનોતી બીજું કૈ નૈ પ્રેમ છે.
તરબતર છે વાદળી ખુદના જ આલિંગન થકી,
પાંપણો નાહકની રોતી બીજું કૈ નૈ પ્રેમ છે.
ક્યાં સુધી ખરડ્યાં કરીશું આ ધરાનાં પેટને,
એક મા સંતાન ખોતી બીજું કૈ નૈ પ્રેમ છે.
-શીતલ ગઢવી"શગ"
No comments:
Post a Comment