Tuesday, 21 March 2017

ગઝલ

શુભ સવાર... જય ભોલે...

વૃક્ષ...

સરિતા માં ખળખળવું થોડું..
પાળે જઇ ટળવળવું થોડું...

ભાનું થઇ ઝળહળવું થોડું..
આગ બની ભડભડવું થોડું...

વલ્કલ રૂપી વસ્ત્રો ત્યજી..
ગરમીમાં સળવળવું થોડું...

થાય હિમાલય ટાઢો જ્યારે..
ઠંડીમાં  થરથરવું  થોડું...

વાતા વા માં આજે ઝૂમી..
ગીત હવે ગુણગુણવું થોડું...

બેસે છે વસંત હવે એને..
કૂંપણને હળહળવું થોડું...

વૃક્ષો થઇ પરકાજે આજે..
આ 'જગત'માં ટમટમવું થોડું...Jn

No comments:

Post a Comment