Tuesday, 21 March 2017

ગઝલ

ગાગાલગા ગાગાલગા,
ગાગાલગા ગાગાલગા .

કાલે મળી આજે મળી
એ રોજ શા કાજે મળી,

આંખે નશો છલકાવતી,
સાકી જ દરવાજે મળી .

સપના તણો સાગર વહે,
ઈચ્છા તણાં રાજે મળી.

ભૂલે હવે છોને મને,
જ્યાંરે મળી નાજે મળી.

ખુલ્લું ગગન છે જો જરા,
પંખી બની સાંજે મળી.

-અજિત પટેલ(લુણાવાડા)

No comments:

Post a Comment