"ચિનુ ચાલ્યા ગયા"--(અછાંદસ કાવ્ય)
પૂછ્યું કલમને એક કવિએ
છે કેમ મૌન તું આટલી ???
ને હૈયું ય તારું ભારેખમ થયું કાં છે???
આંખો ય આ લાલચોળ 'ને
સૂઝેલી કેમ છે???
'લખને કાંઇક........
એકાદ ગીત લખ
ગઝલ લખ
મુક્તક લખ
હાઇકુ લખ
ટૂંકમાં તને ગમે એવી કવિતા લખ.........'
ત્યારે
ભરાઈ આવેલા ગળાના ડૂમાએ
અને
ઓચિંતા તૂટી પડેલા આકાશી આઘાતે.....
શબ્દ એકે ય મોઢેથી ઉચ્ચારવા તો ન જ દીધો........
પણ........
કલમે માંડ મહેનતે કાગળ પર એક અક્ષર પાડ્યો....
"ચિ"........
ત્યાં તો ઉભરાઇ આવેલી આંખમાંથી
દદડેલા બોર જેવડા આંસુએ
એ ....."ચિ"...... ને તત્ક્ષણે જ ભૂંસી નાખ્યું.....
દીધો દિલાસો પુનઃ કવિએ કલમને
ને
દાખવી હિંમત કલમે
કૈંક એવું લખ્યું,
કે........
કરું શું લખીને 'કવિરાજ'
થયું છે વિશ્વ નખશિખ ગળાડૂબ શોકસાગરમાં....
મણકો મોઘેરી માળાનો એક ખરી પડ્યો,
"ચિનુ" ચાલ્યા ગયા....
લખીને શું કરું "વિજય"???
"ઇર્શાદ"....... "ઇર્શાદ".....કોણ બોલશે.......??????
"વિજયકુમાર જાદવ"
09427528539
20/03/2017
કવિશ્રી ચિનુ મોદીને શ્રદ્ધાંજલી.
No comments:
Post a Comment