Monday, 17 April 2017

ગજલ

આજ રક્તમાં વ્હેતું જો થયું જે ગળપણ છે,
તો પછી બને એવું; પ્રેમનું જ વળગણ છે,

યાદ આ બધી ધરબી રાખજે હ્રદયમાં તું,
કર સ્વિકાર મારો કે, ચાહતો તને જણ છે,

છોડ તું ફિકર સઘળી; આવ ને! ઉભો રાહે,
છે ગયું મગજ મારું, ને ગયેલી સમજણ છે,

પ્રેમ જો કર્યો તો જાણ્યું હવે, બને પ્રિતમાં,
લાગણી સકળ થઇ જાતી અહીં અભણ પણ છે,

હાથ છે ધર્યો મારો, લે ધર તું 'અકલ્પિત' કે,
પ્રેમનો કરો ના ઈનકાર, જીવ ધડકણ છે.

- ભાવિન દેસાઈ 'અકલ્પિત'

No comments:

Post a Comment