Monday, 17 April 2017

ગઝલ

લખું પ્રીત તારી મિનારે મિનારે,
નવા ગીત ગાવા ઇશારે ઇશારે.

બને તું નદી તું વહેતી ઉછળતી,
બનું હું તરાપો કિનારે કિનારે.

મને છાંયડો આપજે સાંજ ટાણે,
હવે જીવવું છે સહારે સહારે.

બની મોર નાચી ઉઠે મન તમારું ,
ઠરી આંખ મારી નઝારે નઝારે.

દગો થાય છે મારવામાં હવે તો,
નથી નામ હોતું કટારે કટારે.

ભલે લાગતાં રંગથી એક જેવા,
જુદા હંસ ને બગ વિચારે વિચારે.

શરાબી બધાં ડોલશે ,માનશો ના,
નશો હોઇ જુદો પિનારે પિનારે.

     રત્નેશ અલગોતર "નિરાશ"

No comments:

Post a Comment