ઍ હરદમ પાસે અને હરદમ દુર લાગે છે,
આજે મને ઍ બહુ મજબુર લાગે છે.
સાવ સામે છે છતાં ઑળખતા નથી,
લોકલાજના નશામાં ચકચુર લાગે છે.
ઉખડતાં નથી પ્રયત્ન બધા કરી જોયા,
હ્રદયમાં છેક ઊંડે સુધી ઍના મુળ લાગે છે.
દુખવા લાગ્યુ મારી નીંદરનું આખુ બદન,
ઍનુ સપનુ ઍક લાંબી શુળ લાગે છે.
ઍને જોયા પહેલા જે ગમતું હતુ ઍ બધુ,
જોયા પછી ઍને સાવ ધુળ લાગે છે.
- દિપક ઠાકર
No comments:
Post a Comment