Saturday, 29 July 2017

ગઝલ

સ્ત્રી ..

વ્યવસ્થાથી વ્યાખ્યાઓ સુધીમાં વહેંચાઈ ગઈ છે
સ્ત્રી, મા  દીકરી  બેન પત્નીમાં વટલાઈ  ગઈ  છે

નજરનો ધોખો છે, પોતાને આપેલો, સ્ત્રીના નામે
બાકી સ્ત્રી  તો કૃષ્ણની કીર્તિમાં  બદલાઈ ગઈ છે

ને  હજુ, તમે સમજી જજો  વિનાશના  કાંગરેથી
કે સમાજીહવનમાં આપણા દ્વારા હોમાઈ ગઈ છે

ને ન સમજી શકો  તો છોડી દો, એ પણ  જીવ છે
કેટલી  જગ્યાએ, સ્ત્રી, જીવવાને વેચાઈ ગઈ છે

હવે   વધારે કઈ કહેવું નથી, બધાને ખબર જ છે
કરો મુક્ત સ્ત્રીને  જે તમારા ડરથી  લપાઈ ગઈ છે

- ઉદયન

No comments:

Post a Comment