Saturday, 29 July 2017

ગઝલ

સ્ત્રી ---( સખી )

આવ  તને   કહું  વાત  સખી રી !
પળ - પળ દરિયા સાત સખી રી !

રોમ - રોમ  માં    ટાઢક   વળતી
ભીતર  ભિંજે   જાત   સખી રી !

હરેક    વાતે     વણાંક    મળતો
સમજણનું   પરભાત   સખી રી !

ભેદ - ભરમની    વાતો   મબલખ
જાણે     પૂનમ   રાત   સખી  રી !

સુખ - દુઃખની એ સમજણ સાચી
રૂપરંગની       ભાત     સખી  રી !

ના   કોઈ   નાનું    ના   કોઈ  મોટું
એજ   કથાની   વાત  સખી  રી !

      ---- હર્ષિદા   દીપક

No comments:

Post a Comment