હાલ, અંધારું થયું ઘનઘોર છે,
આ નગર ચર્ચાય ચારેકોર છે.
દેશ માં લાગી અગન ભડકે બળી,
રાજ માં આતંક નું બહુ જોર છે.
એ સુરક્ષા આપણી કરશે હવે?
હર સભામાં સાંસદો તો ચોર છે.
લાજ તારી દ્રૌપદી લુંટાય ને,
જો, બચાવે કૃષ્ણ પેલી કોર છે.
તું નથી લાચાર નારી દેશની,
ચીંસ તારી હચમચાવે શોર છે.
...પ્રશાંત સોમાણી
No comments:
Post a Comment