એના વગરની કલ્પના કાયમ નકામી હોય છે
હર એક નારી રૂપની જૂદી કહાની હોય છે.
કરશે સહન અબળા બની દુનિયાના અત્યાચારને,
તો કોઈ એવી પણ હશે જે ખુદ ભવાની હોય છે.
મનમાં કરી નિશ્ચય ને કોઈ ચાંદ પર ડગલાં ભરે,
કોયલ સરીખા કંઠથી દુનિયા ગજાવી હોય છે
ક્યાં ખેવના છે નામની સંતાનના પણ જન્મ પર,
જ્યાં હો શિવાજી નામ, ત્યા માઁ ની ખુમારી હોય છે .
બાળક ની હો સંભાળ ચાહે ઘરની હો કે દેશની,
દેખાય ક્યાં? પડદાની પાછળ એ છુપાણી હોય છે.
બે ત્રાજવે પગ રાખશે એ દિલ બધાના જીતવા,
અર્જુન બની પણ તીરથી કાયમ ઘવાણી હોય છે.
વિપુલ માંગરોળીયા ( વેદાંત ) 20/03/14
No comments:
Post a Comment