આંસુઓને ખૂટતાં વાર લાગી કેટલી!
બુંદ જળ નું ફૂટતાં વાર લાગી કેટલી!
એક આખી જીંદગી નીકળી,જેના વગર.
હાથ જેનો છૂટતાં વાર લાગી કેટલી!
ખૂબ ગમતીલી છબી,સાચવી રાખી હતી.
કાચ એનો તૂટતાં વાર લાગી કેટલી!
ધ્યાન છે મૂડી ખરી જીંદગીની,તે છતાં.
એ ખજાનો લૂંટતા વાર લાગી કેટલી!
બહુજ અઘરું છે ગણિત પ્રેમનું,ડીઅર"વિપુલ".
એકડો એ ઘૂંટતા વાર લાગી કેટલી!
વિપુલ બોરીસા
No comments:
Post a Comment