.
નજરથી નજર જો મળે તો કહું,
શરમથી નજર જો ઢળે તો કહું.
ઇબાદત કરી છે તને પામવાં,
તમન્ના અમારી ફળે તો કહું.
ઘણી વાત રાખી છુપાવી દિલે,
કદી કોઈ જો સાંભળે તો કહું.
નથી માંગતો હું વધારે કશું ,
બલા દુઃખની જો ટળે તો કહું.
દિવસમાં કદર કોણ કરશે "નિરાશ"?
તું અંધારમાં ઝળહળે તો કહું.
રત્નેશ અલગોતર "નિરાશ"
No comments:
Post a Comment