Sunday, 13 November 2016

અછાંદસ

ચાલ્યો એ તો....

ચાલ્યો એ તો વતનથી
યાદોને ગજવામાં ભરી જતનથી
ખ્વાઈશોની પેટી ભરી
જઈ પાદર ઢંઢોળી ફરી
સ્મિત હોઠો પર
ફરકયું વળી
કહે કોઈને જાવ છું
કહે કોઈને સાચવજો
હતો એ તો
સંસ્કારોનો ધણી
વારેવારે કાંડે સમય જોતો
ડોકું લંબાવી
બસની વાટ જોતો વળી
ટન ટન કરતી આવી ઊભી
ખ્વાઈશોની પેટી હાથમાં લીધી
પગ ચડે પગથિયાં ને,
પાછું વળી
પાદર જોતો વળી
હૃદય થયું ભારે
આંખો હતી અશ્રુભરી
શ્વાસમાં માટીની સુગંધ ભરી
વતનથી થયો અળગો અહીં
શહેરની સફર શરું કરી
ફરી એક નિશાસો ભરી
સફર થોડો લાંબો હતો
કંઈક ગુમાવ્યું,
કંઈક મેળવવાનો
સંઘર્ષ મનમાં વળી
થોડા કર્યા વિચાર
થોડી વિચાણી આંખ
ત્યાં
મંઝિલ તેની આવી ઊભી
યાદ આવી તેને વતનની અહી
શહેરને સરખાવ્યું
વતન સાથે વળી
ના કોઈ પાદર,ના કોઈ કલરવ
ના કોઈ મંદિર, ના કોઈ ઝાલર
ના કોઈ દોહા,ના કોઈ છંદ
ના કોઈ ગોવાળ, ના કોઈ ધણ
ના કોઈ આંગણ,ના માટીની મહેક
ના કોઈ ખાટલા, ના કોઈ ઢોલિયા
ના કોઈ શેરી,ના કોઈ રમત
ના કોઈ હાકોટા,ના કોઈ હોંકારા
ના કોઈ ખેતર,ના કોઈ ભથવાર
ના કોઈ હળ,નૈ કાળિયા- ધોળિયા

શહારની હકીકત જોઈ અહીં
જોઈને આંખો દંગ થઈ વળી
ઊભી પાકી સડકને,
ગગનચૂંબી ઈમારત અહીં
દોડે ગાડીઓ અહીં તહીં ને,
પમ..પમની ચીચીયારી અહીં
કહે કોઈને રામ રામ
તો કહે ભાઈ મને ટાઈમ નથી
સમયની છે કિંમત અહીં
ભાઈચારાનું કયાંય નામ નથી
સફરના પહેલા પગથિયે
ભાન આવી ગઈ તેને ઘણી,
ખોટું કમાવવા સાચું ખોયુ ધણી
વતન જેવું સુખ,
હવે પાછું નહી મળે અહીં.

કાજલ કાંજિયા.

No comments:

Post a Comment