Thursday, 17 November 2016

ભાવગીત

મેર પ્રભુની.....
----------------------------
એક સાંધુ ત્યાં તુટે છે તેર
મારે પ્રભુની મોટી છે મેર
મનમા મોજની ભરી તીજોરી હું કરુછુ લીલા લેર..મારે..
જ્યા ખાવાની સુવાની ચાલવાની 
લેવી કેપસ્યૂલ ને ટેબલેટ
અહિં છાસને રોટલો હોંસે આરોગી
સુઇ જઇ પડખા ભરે..મારે..
બંગલા ગાડી છે નોકર ચાકર
સગાનો ઉડીયો છેદ
અહિં કુટુંબ કબિલો સાથે મળી
કરી તળકી છાંયડી શેર..મારે..
પેરવા ઓઢવા પાથરવાની તું
જાજી પળોજણ મેલ
એકથી અંગ ઢંકાય આંબાલાલ
જાજાથી જીવન જેર..મારે..

No comments:

Post a Comment