🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀
ટેકરીઓની પડખે
ટેકરીઓની પડખે રહીને કંકુંના વાવડ કેરું ટીલું કરતી હરફર
સરતી સપનું થઈને અપનું દઈને નજરુમાં તરવરતી ઝરમર
દૂર લંબાતી કેકારવની પગલીને થંભાવી પલવટ વાળે તીર કમાને
સાતેય રંગો છલકી છલકી પલનાં ટીપાં થઈને વરસે પાને પાને
થડિયું મૂળમાં રહીને ઝુલી હરુહરુ લ્હેરોમાં ધગધગસતી.
ટેકરીઓની પડખે રહીને.....
ફોરાં પડતું આભ ઘાસનાં તરણે મલકીને નવરંગ તીતી રમતું
લચકી જાશે મોલ આશની આડ બાંધી ગગન ખોળે ગમતું
રમે રમતું નામ બદલવી અરસ પરસ થડકારે તસતસતી
ટેકરીઓની પડખે રહીને.....
ડૉ. ભાવેશ જેતપરિયા
🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀
No comments:
Post a Comment