Tuesday, 22 November 2016

ગઝલ

ઝાડ આખું ઝાડ થઈ ઊભું રહ્યું,
પાંખ થૈ પંખી પડ્યું છે ઝાડ પર.

ઊંઘરેટી આંખથી જોતા રહો,
તાર જેવું શું નડ્યું છે ઝાડ પર.

ચીસ એણે સાંભળી આકાશની,
અેટલે પંખી રડ્યું છે ઝાડ પર

લોહીભીની ડાળ વલવલતી રહી,
એટલું ઝાકળ લડ્યું છે ઝાડ પર.
                - અનિલ વાળા

No comments:

Post a Comment