ક્યાં સુધી સરખી ઘરેડમાં જિંદગી ફરવાની?
ભૂલી જૈ એને થોડી આડી-અવળી કરવાની.
તારાને મેં રાતે ફૂલોની દોરીથી બાંધ્યા.
ઝાકળના ટીપાથી આજે નાના દિપ પ્રગટાવ્યા.
ઈશ્વર પણ ટેવો બદલે થોડામાં વધુ સજવાની.
...થોડી આડી-અવળી...
એમાં ચાંદાને આવ્યું છે આભે સૌથી ઓછું.
પેલી પંખુડીઓના આંસુઓે મોટા પોછું.
ઘેલીઓ રીતો શીખીલે તું જીદો ત્યજવાની.
...થોડી આડી-અવળી..
મૃગજળની મીઠાશે છલકે જોબન માથે બેડું,
ઊંડા સાગરના તાજા પેટાળો હળ લૈ ખેડું.
ભરતીઓ આવી પળ સાચે કોઈને ભજવાની.
...થોડી આડી-અવળી..
પકડીને વાયુ લૈ મારી બારીએ લટકાવ્યો.
ફૂલોની ફોરમથી રોતી તિતલીને ગઢ આપ્યો.
બાકી જીવન તારે રસની મિજબાની કરવાની.
...થોડી આડી-અવળી...
ઘેલી સરિતાના મ્હેણા થાકી કાખે હું ઝેલું,
નાહક રીસાણી ધરતીને બોલો ક્યાં હું મેલુ!
માફી માંગુ અંતે તું મારી ભૂલો ભરવાની.
...થોડી આડી-અવળી...
તરૂવર માં આવી સૌથી મોટી આંધી,
ભમરાની પાંખો સંભાળીને ત્યાં બાંધી.
આવી ગૈ પળ ભ્રમણા છોડીને પ્રભુને મળવાની.
...થોડી આડી-અવળી..
-શીતલ ગઢવી"શગ"
No comments:
Post a Comment