પાષાણ પાળનારાં મધ સાગરે મરે છે.
પાણી ઉપર થપાટે પણ નાવડાં તરે છે.
તું રાખ મૌન કાયમ લઇ બેસ જે અબોલા,
બે હાથ જોડતા આ શબ્દો નમન કરે છે.
રાવણ ભસમ થયો છે પર નારના અભરખે,
શું કામ ઘેલછામાં ખોટા ભરમ ભરે છે?
છોગા ગુમાન કેરા કાયમ લઈ સજાવ્યાં,
રાધા રિસાઈ ગૈ તું કૃષ્ણા થઈ ફરે છે.
ઝોળી ભરી રળ્યાં છે ઉહકારના અવાજો,
કડવાશ છે હૃદયમાં જીવ્હા ખુશી ધરે છે.
પંપાળતો મુછોને વળવાળતો બિહડમાં,
ફટ ઓ ભુડા મરદ થઇ આ રૂઢિથી ડરે છે!
ડગ માંડ પ્રેમથી ભવ મારો કરું હું પૂરો,
"શગ" તુજ મંદિરે અંગારો બની ઝરે છે.
-શીતલ ગઢવી"શગ"
No comments:
Post a Comment