Tuesday, 15 November 2016

ગઝલ

કાળની થાપટ ઘણી વાગી હવે,
જીંદગી પણ હાંફવા લાગી હવે,

બંધ ગંજીપો સદા હું ખેલતી,
જીતવા બાજી લગન લાગી હવે,

ભીતરે ધરબી યુગોથી સુપ્ત જે,
એષણાઓ નીંદથી જાગી હવે,

વિસ્તરી સીમા જ નિષ્ફળતાની તો,
હાથમાં રેખા નવી માંગી હવે,

દૌડ દોડી હાંફતી શ્વાસે "તૃષા"
આખરે જિજીવિષા ત્યાગી હવે

પૂર્ણિમા ભટ્ટ. "તૃષા"

No comments:

Post a Comment