હાલાત જોઈ આપણાં વરસી ગયા છે અક્ષરો.
જાણી તમારી વેદના સળગી ગયા છે અક્ષરો.
રુદન હતું એ આકરું ભાષા બની સંતાયુ જ્યાં,
પાપણનું મોતી ઝીલવા તરસી ગયા છે અક્ષરો.
ચૂંટ્યા પરાણે માંડ મેં એકાદ બે ભેગા મુક્યા,
નીરવ બની કોયલ હવે રગડી ગયા છે અક્ષરો.
બે બિંદુ જોડી સ્હેજ ઝૂકાઉ હું એને પ્રેમથી,
જોઈ સમયની માપણી ભડકી ગયા છે અક્ષરો.
શ્યાહી સુકાઈ ને કલમ આઘી ઉભી કોરી થઈ,
તરડાઈને કાગળ ઉપર ફસકી ગયા છે અક્ષરો.
-શીતલ ગઢવી"શગ"
No comments:
Post a Comment