Monday, 21 November 2016

ગઝલ

પ્રણય મારો હતો સાચો ને તારે મન રમત વસ્તુ;
જા, તારી ભેટ, ખત, સોગાતની આપી પરત વસ્તુ.

હ્યદયમાં તો રહેલા છો, તમે અડશો નહીં એને;
બરડ છે એ તૂટી જાશે નથી એ કંઈ સખત વસ્તુ.

લઈને શ્વાસ ચૂકવું છું હવાના દામ ઈશ્વરને;
એ કંઈ ઓછો નથી જે દે મને સઘળી મફત વસ્તુ.

હવે તો જિંદગી ચાલી ગઈ છે શોક શું 'પ્રત્યક્ષ';
હતી એની જ આપેલી કરી એને પરત વસ્તુ.

રવિ દવે 'પ્રત્યક્ષ'

No comments:

Post a Comment