જાતની આ જાતરા તારાં ભણી છે;
દોર તારાં હાથમાં છે, તું ધણી છે;
દેહ ને આતમ વચાળે આથડું છું,
ઈશ! તેઁ દીવાલ પણ કેવી ચણી છે?
જો,ખભા ઉપર સ્મરણનુ પોટલું ને,
આંખમાં તુટેલ સ્વપ્નોની કણી છે.
હેત અદકું રાખતી મારી ઉપર એ,
ને પીડાને મે ય પોતીકી ગણી છે.
કોઈ એના સ્પર્શથી કંચન બને તો,
માનજો કે આ ગઝલ પારસમણી છે.
હર્ષા દવે
No comments:
Post a Comment