Monday, 21 November 2016

ગઝલ

બસ ,તું મળે...

ઝંખનાંની  સોડમાં   બસ, તું મળે,
વિસ્તરતા ઉન્માદમાં બસ, તું મળે.

એ વિચારોનું વમળ જ્યાં ઉદભવે,
બૂંદનાં  ચક્રવ્યૂહ માં  બસ, તું મળે.

નીરખું ઇચ્છા ક્ષિતિજ અવકાશની,
ને  વિહરતા પ્રાંતમાં  બસ, તું મળે.

ઊગતી     સંવેદનાં  ની   ધુમ્મસે,
ટેરવા નાં   સ્પર્શમાં   બસ, તું મળે.

એ  સમયને  આજ  બેવડવા ફરી,
તાંતણાની  ભાતમાં  બસ, તું મળે.

શબ્દ   દ્વારે   છે   ટકોરા   યાદનાં,
મૌનનાં આસ્વાદમાં બસ, તું  મળે.

પ્રેમમાં   શંકા નથી, કે કંઇ ન મળે,
મીટ  માંડું   રાહમાં  બસ, તું મળે.

મેં લખેલું.. એ ગઝલ થઈ ગવાયું,
ઇચ્છું કે હર રાગમાં બસ, તું મળે.

નામનાં ક્યાં જોઈ છે 'જ્ન્નત'અહીઁ,
જિંદગીનાં  અર્થમાં  બસ, તું મળે.

-જ્ન્નત
પિનલ સતાપરા

No comments:

Post a Comment