Monday, 21 November 2016

ગઝલ

ભીતરી  આગને  ઠારવા  શું  નું શું  કરે ?
કોઇનું ઘર બળે ત્યાં જગત તાપણું કરે .

બંધ  હોઠો  ધરે  રૂપ  ક્યારેક  મૌનનું
થયા અલગ તો વતેસર પછી વાતનું કરે.

અન્ન, ઘર, વસ્ત્ર, સ્વપ્ન અને કેટકેટલું ,
ક્યાં લગી બાળકો કાજ 'મા' તું જતું કરે .

જીવતા જાગતા પ્રાણવાયું જે આપતું
આજ એ બારણું મારી ચિંતા હજુ કરે .

માંગતી હું નથી ને એ પણ આપતો નથી
હું ય  ખ઼ુદ્દાર છું. એ..ભલે પારખું કરે .

~ રીનલ પટેલ~

No comments:

Post a Comment