તું કહે છે કે મજાનું ઘર સજાવું છું;
ઘર વિશે ચોક્કસ હજુ હું ક્યાં વિચારું છું.
શ્યામસુંદર કોઈને આવે છે શમણામાં
સાંભળી હું મૌનવ્રત આકાશ તાકું છું.
કોઈ કહે છે : આંખ સુંદર દ્રુષ્ય કાજે છે;
આંખને પૂછ્યું; કહે એ ખારાં આંસુ છું.
ચોકડી મારી દીધી તેં નામ પર મારા;
જાણે હું પોતે ય ખોટું કો' પલાખું છું.
રાતભર જાગ્યાં કરે છે તું અગાસીમાં;
હું ઉછીનાં કોઈ ફળિયે હાથ તાપું છું.
-------ગુણવંત ઉપાધ્યાય
No comments:
Post a Comment