Gujarati Abhinav Shahitya Sabha - By ♡ Dr. Bhavesh Jetpariya and Dhanesh Makvana
ઉમેરો
મીઠી પ્યારી વાત ઉમેરો, મારી અંદર જાત ઉમેરો.
એકલવાયો કોરો કટ્ટ છું, કોઈ ભીની ઘાત ઉમેરો.
ઠંડો છું પણ અંગારો છું, હૂંફાળી એક રાત ઉમેરો.
કિસ્સો ધોળા ધબ્બા જેવો, આવો, રંગો સાત ઉમેરો.
અંદર થોડાં ઉન્માદો છે, ઉપરથી ઉત્પાત ઉમેરો.
આલાપ
No comments:
Post a Comment