Monday, 21 November 2016

અછાંદસ

હું
તમારી અંદર અવીને ભૂલો પડી જાઉ છું
કારણકે ,
તમે કયારેક ચાલો છો હાઈવે ઉપર ,
તો કયારેક કેડી ઉપર ,
કયારેક પગપાળા , તો કયારેક કારમાં ,
કયારેક હવામાં , તો કયારેક પાણીમાં .

હું શોધું છું તમારી અંદર
વહેતી હોય જો નદી ,
તો તરાવી લઉં અેમાં મારી કાગળની હોડી
ઘડી બે ઘડી .
અગર જો આવી શકો, તો તમે પણ
મારી સાથે તમારી અંદર આવો
અને બતાવો કે તમે કયાં સંતાડી
રાખ્યા છે
તળાવ , વસંત અને વાવ ?

-મનસુખ લખાણી

No comments:

Post a Comment